Monday, June 15, 2020

Gujarati Proverbs

ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, 
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
ઓજસ પાલનપુરી
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
અનિલ ચાવડા
દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
મરીઝ
જીવ હજી તો જભ્ભામાં છે,ફાટી ગઈ છે જાત કબીરા.
ચંદ્રેશ મકવાણા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
રાજેન્દ્ર શુક્લ
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,કોક દરવાજો કરી દે બંધ તો!
ચિનુ મોદી
જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
મનહર મોદી
પાનખર વીતી છતાં ખરતાં રહે છે,પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
ઉદયન ઠક્કર
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
અનિલ ચાવડા
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
જલન માતરી
ઘર સુધી તું આવવાની જીદ ન કર, 
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
ખલીલ ધનતેજવી
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા, તારે નગર જાવા, 
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
મનોજ ખંડેરિયા
ક્રોધ મારો જોઈને ડરશો નહીં,પુષ્પના ડાઘા કદી પડતા નથી.
ચિનુ મોદી
ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
અનિલ ચાવડા
ચિંતા કરવાની મેં છોડી,જેવું પાણી એવી હોડી.
ભાવેશ ભટ્ટ
અફસોસ, કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને, મારા શેર નથી વાંચવા મળ્યા.
ભરત વીંઝુડા
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
અનિલ ચાવડા
શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
જલન માતરી
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
મરીઝ
જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
મરીઝ
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
ઉદયન ઠક્કર
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
ગૌરાંગ ઠાકર
જત જણાવવાનું તને કે, છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છ, ને એક ક્ષણ તારું સ્મરણ.
રાજેન્દ્ર શુક્લ
તમને સમય નથી, અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
બાપુભાઈ ગઢવી
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી ‘બેફામ’
તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ,
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
અમૃત ઘાયલ
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
સૅફ પાલનપુરી
તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
શયદા
અને છેલ્લે...
ક્યારેક એવું લાગે કે'સંબંધો' બીડી જેવા થઈ ગયા છે,
 ટાઈમે ફૂંક ના મારોતો ઠરી જાય

Sunday, June 14, 2020

File Vedic Collection

भद्रसूक्त, पुरुषसूक्त, सांख्य कारिका, योग सूत्र, कठोपनिषद, केन उपनिषद, ईशावास्योपनिषद, श्री गणपति अथर्वशीर्ष, महिषासुरमर्दिनि स्तोत्र, शिवतांडव स्तोत्र, त्रिसुपर्ण, श्री दक्षिणामूर्ति स्तोत्र, भर्तृहरि नीतिशतक, चारों वेद, श्रीमद भगवद गीता, https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/bhadra-suktam.html 

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/purushasuktam.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/sankhyakarikadarshankapil-muni.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/patanjalyogsutra.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/kathopanishadnachiketayamsamvad.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/kenupnishad.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/ishavasyaupnishad.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/ganpati-atharva-shirsh.html

https://sanskritliteratureingujarati.blogspot.com/2020/04/mahishasurmardinistotra.html

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...