Wednesday, May 6, 2020

Why we Can't See GOD Answer in Indian Philosophy Sankhya Darshan

ક્યાં છે તમારો ભગવાન?
भगवान है तो दिखाई क्यों नहीं देते? ये प्रश्न बहुत ही कॉमन है.
All Details About Sankhya Karika & Shloka Chanting Video
વાત વાત માં આપણે વિવાદ કરીયે છીએ અને કહીયે કે ક્યાં છે તમારો ભગવાન? જો હોય તો દેખાતો કેમ નથી? સ્વામી વિવેકાનંદ પણ ભગવાન ની શોધ માં બવ ફર્યા પછી તેમને સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળ્યા તેમને પણ આજ પ્રશ્ન પૂછ્યો। જો ભગવાન હોય તો મારી મુલાકાત કરવો।
આ બધા પ્રશ્નો નો જવાબ ભારતીય ફિલસૂફી માં સાંખ્ય દર્શન માં વર્ષો પહેલા આપેલો છે જે સમજીને તમે પણ કહેશો કે વાત સાચી છે. ભગવાન મને દેખાતો નથી તેના વ્યાજબી કારણો બુદ્ધિ માં ઉતરે તેવી રીતે આ શ્લોક માં સમજાવ્યા છે. ચાલો આપણે તેને સમજીયે।
अतिदूरात्सामीप्यादिन्द्रियघातान् मनोऽनवस्थानात् ।
सौक्ष्म्याद्व्यवधानादभिभवात् समानाभिहारच्च॥ ७॥
सांख्य कारिका 
શ્લોક નો અર્થ :
1. અતિદૂર - ખુબજ દૂર હોય તેવો નાયગરા નો ધોધ આપણે નરી આંખે જોઈ શકતા નથી એનો મતલબ એ નથી કે તે ધોધ ત્યાં નથી.
2. અતિનજીક - આંખ ની એકદમ નજીક કોઈ વસ્તુ લાવી દેવાથી આપણે તેને જોઈ શકતા નથી.
3. ઇન્દ્રિય ઘાત - ઇન્દ્રિય(આંખ) માં ઘાત થયો હોય કે કોઈ તકલીફ હોય કે આંધળો મનુષ્ય હોય તેને આજુ બાજુ ની વસ્તુ દેખાતી નથી એનો મતલબ એ નથી કે તેની આજુબાજુ કંઈ છે નઈ.
4. મનોનવસ્થાનાત - મન બીજી કોઈ જગ્યાએ હોય તો સામે રહેલું પણ દેખાતું નથી આપણે ઘણી વાર જીવલેણ અકસિડેન્ટ પણ કરી બેસીયે છીએ કારણકે આપણું ધ્યાન ક્યાંક બીજે હોય સામે વાળું વાહન આપણે જોઈ શકતા નથી અથવા જયારે ખબર પડે છે ત્યારે મોડું થઇ ગયું હોય છે, ભણતી વખતે વિદ્યાર્થી પણ બેધ્યાન થઇ જાય તો ગુરુ એ શું ભણાવ્યું તે ખબર પડતી નથી.
5. સૌક્ષમયાત - ખુબજ સૂક્ષ્મ હોય (દા.ત. કોરોના વાયરસ), હવે વાયરસ દેખાતો નથી એનો મતલબ એ નથી કે તે નથી. આ વાત તો હવે બધા ને તરતજ સમજ પડી જાય એમ છે.
6. વ્યવધાનાત - વચ્ચે કંઈ વ્યવધાન હોય (દા.ત. દીવાલ પાછળ નું આપણે જોઈ શકતા નથી.)
7. અભીભવ - અસંભવ હોય તેવું જેમકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં જે બતાવે છે તે બધું સાચું હોય છે પણ આપણા માટે તે અસંભવ જેવું છે એનો મતલબ એ નથી કે તે ઘટના કે કાર્ય થયું નથી
8. સમાનાભીહારશ્ચ - બે સમાન વસ્તુ હોય. દા.ત. બે જોડિયા બાળકો હોય તો ઘણીવાર ગડમથલ થઇ જાય છે, આજ ના જમાના માં સરખી દેખાતી વેબસાઇટ માં આપણે કોઈવાર ફ્રાઉડ માણસ ને પણ પેમેન્ટ કરી દઈએ છીએ અને છેતરાઇયે છીએ. જે ફ્રાઉડ ને આપણે સરખી વેબસાઈટ હોવાથી ઓળખી શક્યા નહીં એનો મતલબ એ નથી કે એ નથી.
આટલા કારણો થી આપણે આપણી આજુ બાજુ ની વસ્તુ જોઈ શકતા નથી તેનો મતલબ એ નથી કે એ વસ્તુઓ નથી. તો પછી ભગવાન માટે આવો આગ્રહ કેમ?

3 comments:

Shubhashitani

आशाया:किरणा:स्युर्वा सूर्यनारायणस्य च। जीवनतिमिरं गाढं नाशयन्ति न संशय:।। આશા ના કિરણો હોય કે પછી ભગવાન સૂર્યનારાયણ ના હોય પણ જીવનના ગાઢ અંધ...